જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોએ ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો અને બે આતંકવાદીઓને ઠાર કર્યા.
શ્રીનગર સ્થિત ચિનાર કોર્પ્સે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ઘૂસણખોરીના પ્રયાસ વિશે ગુપ્ત માહિતીના મળતા સેના અને જમ્મુ- કાશ્મીર પોલીસે ગઈકાલે કુપવાડાના ગુગલધરમાં સંયુક્ત અભિયાન શરૂ કર્યું હતું. આ દરમિયાન સુરક્ષા દળોએ હથિયારો પણ જપ્ત કર્યા છે. છેલ્લાં અહેવાલ પ્રમાણે આ વિસ્તારમાં તપાસ અભિયાન ચાલુ છે.
Site Admin | ઓક્ટોબર 5, 2024 2:21 પી એમ(PM)
કાશ્મીરના કુપવાડામાં સલામતી દળો સાથેની અથડામણમાં બે ત્રાસવાદી ઠાર
