હવામાન વિભાગે આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને રાજકોટમાં યલો અલર્ટ સાથે હિટવૅવની આગાહી કરી છે. દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત આગામી સાત દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહી શકે છે તેમ હવામાન વિભાગના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું હતું. ગત 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 44 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન કંડલા હવાઈમથક પર નોંધાયું હતું. જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યું છે. આ ઉપરાંત ભાવનગર અને રાજકોટમાં 42 ડિગ્રી તેમજ આ સિવાયના જિલ્લા અને શહેરોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી અને તેનાથી ઓછું રહ્યું હતું.
Site Admin | એપ્રિલ 16, 2025 9:48 એ એમ (AM)
કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને રાજકોટમાં આજે હિટવૅવની આગાહી
