ઓપરેશન બ્રહ્મા હેઠળ, INS સતપુરા અને INS સાવિત્રી દ્વારા વહન કરાયેલી 50 ટન માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત સામગ્રી ગઈકાલે યાંગોનમાં મ્યાનમારના અધિકારીઓને સોંપાઈ. મ્યાનમારમાં ભારતના રાજદૂત અભય ઠાકુર દ્વારા રાહત સામગ્રી સોંપવામાં આવી.યાંગોનમાં ભારતીય રાજદૂતભવને એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે, ભારતીય વાયુસેના છ વિમાન અને પાંચ નૌકાદળના જહાજની મદદથી યાંગોન, નાયપિતાવ અને મંડલે ખાતે રાહત સામગ્રી પહોંચાડવામાં આવી છે.
Site Admin | એપ્રિલ 1, 2025 9:59 એ એમ (AM)
ઓપરેશન બ્રહ્મા હેઠળ, INS સતપુરા અને INS સાવિત્રી દ્વારા વહન કરાયેલી માનવતાવાદી સહાય મ્યાનમારના અધિકારીઓને સોંપાઈ
