ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 1, 2024 2:54 પી એમ(PM) | તેજિન્દર સિંહે

printer

એર માર્શલ તેજિન્દર સિંહે આજે નવી દિલ્હીમાં ભારતીય હવાઈદળના નાયબ ચીફ ઓફ એર સ્ટાફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો

એર માર્શલ તેજિન્દર સિંહે આજે નવી દિલ્હીમાં ભારતીય હવાઈદળના નાયબ ચીફ ઓફ એર સ્ટાફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. પદગ્રહણ કર્યા પછી, તેમણે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
એર માર્શલ તેજિન્દર સિંહ નેશનલ ડિફેન્સ એકેડેમીના પૂર્વ વિદ્યાર્થી છે અને 13 જૂન 1987ના રોજ ભારતીય હવાઈદળના ફાઈટર સ્ટ્રીમમાં જોડાયા હતા. તેઓ 4 હજાર 500 કલાકથી વધુ ઉડાન સાથે કેટેગરી ‘A’ ક્વોલિફાઈડ ફ્લાઈંગ ઈન્સ્ટ્રક્ટર છે, ડિફેન્સ સર્વિસસ્ટાફ કૉલેજના પૂર્વ વિદ્યાર્થી છે.
તેમણે ફાઈટર સ્ક્વોડ્રન, રડાર સ્ટેશન, પ્રીમિયર ફાઈટરબેઝ અને જમ્મુ અને કાશ્મીરમાં એર ઓફિસર કમાન્ડિંગ કમાન્ડર તરીકે પણ ફરજ બજાવી છે… 2007માં તેમને વાયુસેના મેડલ અને 2022માં અતિ વિશિષ્ટ સેવા મેડલ પણ એનાયત કરાયો હતો.