એપ્રિલથી ડિસેમ્બર 2024 દરમિયાન દેશમાં કોલસાની આયાતમાં 8.4 ટકાનો ઘટાડો થયો છે. કોલસા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે એપ્રિલથી ડિસેમ્બર 2024 દરમિયાન કોલસાની આયાત અંદાજે 183 મિલિયન ટન રહી છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં અંદાજે 200 મિલિયન ટન હતી. આ ઘટાડાને કારણે આશરે બેતાલીસ હજાર ત્રણસો કરોડ રૂપિયાની વિદેશી હૂંડિયામણની બચત થઈ છે. મંત્રાલયે જણાવ્યું હતું કે ઉર્જા ક્ષેત્રને બાદ કરતાં બિન-નિયમિત ક્ષેત્રમાં વધુ નોંધપાત્ર ઘટાડો થયો છે, આયાતમાં વાર્ષિક ધોરણે 12.01 ટકાનો ઘટાડો થયો છે.
Site Admin | માર્ચ 11, 2025 6:55 પી એમ(PM) | કોલસા
એપ્રિલથી ડિસેમ્બર 2024 દરમિયાન દેશમાં કોલસાની આયાતમાં 8.4 ટકાનો ઘટાડો થયો
