ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 15, 2024 7:38 પી એમ(PM)

printer

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે વિદ્યાર્થીઓને માત્ર સરકારી નોકરીઓમાં જ નહીં પરંતુ ટેક્નોલોજીના ક્ષેત્રમાં પણ વિવિધ તક શોધવાનું આહ્વાન કર્યું

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં મહારાષ્ટ્રમાં 434 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ-ITI માં વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો ખાતે બંધારણ મંદિરોનું ઉદઘાટન કર્યું હતું.
આ પ્રસંગે શ્રી ધનખડે કહ્યું કે બંધારણ લોકશાહીનો આત્મા છે અને સંસદ તેની રખેવાળ છે. તેમણે ઉમેર્યું હતું કે બંધારણને વાંચવાની, સમજવાની અને તેનું સન્માન કરવાની જરૂર છે. શ્રી ધનખડે અપીલ કરી હતી કે રાજ્યની તમામ સંસ્થાઓએ લોકશાહીનાં મૂલ્યોનું સંવર્ધન કરવા અને તેને ખીલવવા સાથે મળીને કામ કરવાની જરૂર છે.
મહારાષ્ટ્રના રાજ્યપાલ સી પી રાધાક્રિશ્નને જણાવ્યું કે, બંધારણને કારણે આપણો દેશ વિશ્વમાં સૌથી ધબકતી લોકશાહી છે. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી રામદાસ આઠવલે અને મહારાષ્ટ્રના કૌશલ્ય, રોજગાર અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી મંગલ પ્રભાત લોધા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ