ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, ઉત્તર પ્રદેશછેલ્લા 8 વર્ષમાં દેશના આર્થિક વિકાસના ગ્રોથ એન્જિન તરીકે ઉભરી આવ્યું છે. તેઓરાજ્યમાં તેમની સરકારના 8 વર્ષ પૂર્ણ થવા પર મીડિયાને સંબોધિત કરતાં આ મુજબ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ સમર્થન આપવા બદલ રાજ્યના 25કરોડ લોકોનો આભાર માન્યો હતો. સરકારની સિદ્ધિઓપર પ્રકાશ પાડતા શ્રી આદિત્યનાથે કહ્યું, ઉત્તરપ્રદેશે કાયદો અને વ્યવસ્થામાં મોટી છલાંગ લગાવી છે અને પ્રયાગરાજનો મહાકુંભ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. તેમણે જણાવ્યું, શેરડીના ખેડૂતોને વર્ષ 2017થી અત્યાર સુધીમાં 2 લાખ 80 હજાર કરોડરૂપિયાથી વધુની ચૂકવણી કરવામાં આવી છે.
Site Admin | માર્ચ 24, 2025 6:22 પી એમ(PM)
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, ઉત્તર પ્રદેશછેલ્લા 8 વર્ષમાં દેશના આર્થિક વિકાસના ગ્રોથ એન્જિન તરીકે ઉભરી આવ્યું છે
