ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 12, 2025 7:37 પી એમ(PM) | ખેલો ઇન્ડિયા

printer

ઉત્તર કાશ્મીરના બારામુલ્લામાં 5મી ખેલો ઇન્ડિયા શિયાળુ રમતોના બીજા તબક્કાનું સમાપન

ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ગુલમર્ગ ખાતે ચાર દિવસીય 5મી ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનો બીજો તબક્કો આજે પૂર્ણ થયો. ચાર દિવસીય રમતો 9 માર્ચે શરૂ થઈ હતી, જેમાં દેશભરના હજારો ખેલાડીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ ઉપરાંત, સુરક્ષા દળોના ખેલાડીઓએ પણ રમતોમાં ભાગ લીધો હતો. આજે બપોરે ગુલમર્ગ ખાતે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025 ના સમાપન સમારોહને સંબોધતા, કેન્દ્રીય યુવા સેવાઓ અને રમતગમત મંત્રી, ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દેશની રમતગમત યાત્રાને તેની ટોચ પર લઈ જવા માટે પ્રતિબદ્ધ છે.
તેમણે જણાવ્યું હતું કે ભારતે સમગ્ર દેશ માટે રમતગમત વિકાસનો રોડમેપ તૈયાર કર્યો છે અને 2036 માં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક રમતોનું આયોજન કરવા માટે સખત મહેનત કરી રહ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ