ઉત્તરાખંડમાં ચાલી રહેલા 38 રાષ્ટ્રીય રમતોત્સવમાં આજે મહિલા અને પુરુષ હોકીમાં ફાઇનલ મેચો રમાશે. મહિલા ગ્રૂપમાં મધ્યપ્રદેશ અને હરિયાણા તથા પુરુષોમાં મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ વચ્ચે મુકાબલો થશે.
પુરુષોની મલખંબની ફાઇનલ મેચ ઉધમસિંહ નગરમાં ચક્રપુર સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે આજે રમાશે. ગઈકાલે પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં ઉત્તરપ્રદેશનાં સચીન યાદવે 84.39 મીટરનો થ્રો કરીને 10 વર્ષનો વિક્રમ તોડીને સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો.
ચંદ્રક ટેબલમાં સર્વિસિસ સ્પોર્ટ્સ કન્ટ્રોલ બોર્ડ 65 સુવર્ણચંદ્રક સાથે પ્રથમ છે, જ્યારે મહારાષ્ટ્ર 50 સુવર્ણચંદ્રક સાથે બીજા અને હરિયાણા 39 સુવર્ણચંદ્રકો સાથે ત્રીજા ક્રમે છે.
Site Admin | ફેબ્રુવારી 13, 2025 2:23 પી એમ(PM) | ઉત્તરાખંડ
ઉત્તરાખંડમાં ચાલી રહેલા 38 રાષ્ટ્રીય રમતોત્સવમાં આજે મહિલા અને પુરુષ હોકીમાં ફાઇનલ મેચો રમાશે
