ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 14, 2024 7:06 પી એમ(PM)

printer

ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ-આઈસીએમઆર એ પ્રથમ માનવતબીબી તપાસને આગળ વધારવા માટે ફાર્મા કંપનીઓ અને શૈક્ષણિક ભાગીદારો સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે

ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ-આઈસીએમઆર એ પ્રથમ માનવતબીબી તપાસને આગળ વધારવા માટે ફાર્મા કંપનીઓ અને શૈક્ષણિક ભાગીદારો સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર ક્લિનિકલ ટ્રાયલ્સમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા અને સ્વદેશી ફાર્માસ્યુટિકલ સેક્ટરની પ્રગતિ તરફ એકમહત્વપૂર્ણ પગલું છે.  આ ભાગીદારી સહકારની પ્રશંસા કરતા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે તમામ નાગરિકો માટે સસ્તી  અને સુલભ સારવારની દિશામાં આ કરાર ખૂબ જમહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે આ પહેલ ભારતને વૈશ્વિક સ્તરે સ્વાસ્થ્ય નવીનીકરણમાં અગ્રેસર કરવામાં મદદ કરશે.  ડૉ. રાજીવબહલે, આરોગ્યસંશોધન વિભાગના સચિવ અને ICMRના મહાનિર્દેશક, જણાવ્યું હતું કે આ કરાર જાહેર-ખાનગી ભાગીદારી દ્વારા ભારતમાં ક્લિનિકલ સંશોધનને આગળ વધારવા માટે વિભાગની પ્રતિબદ્ધતા દર્શાવે છે..તેમણે કહ્યું કે આરોગ્ય સંશોધન વિભાગ ભારત નવીન અને સસ્તી  આરોગ્ય સંભાળની દિશામાં આગળ વધતી  રહે તેની ખાતરી કરવા માટે આ નેટવર્કને આગળ લઈજવાની યોજના બનાવી રહી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ