ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ હેડક્વાર્ટર આજથી દિલ્હીમાં ત્રણેય સેવાઓના અધિકારીઓ માટે પ્રથમ સંયુક્ત ઓપરેશનલ સમીક્ષા અને મૂલ્યાંકન કાર્યક્રમ હાથ ધરશે.
આ પાંચ દિવસીય કાર્યક્રમ, ત્રણેય સેવાઓના મેજર જનરલ અને તેમના સમકક્ષ અધિકારીઓ સહિત સંરક્ષણ, વિદેશ અને ગૃહ મંત્રાલયના અધિકારીઓ માટે આયોજિત કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વ્યૂહાત્મક યોજનાઓ બનાવવાનો, ભવિષ્યના જોખમો, પડકારો અને સંઘર્ષોની માટે તૈયાર રહેવાનો છે. તથા આ કામગીરી માટે સક્ષમ વાતાવરણ બનાવવા માટે વિવિધ સેવાઓ વચ્ચે સંકલન અને એકીકરણને પ્રોત્સાહન આપવાનો છે. આ કાર્યક્રમ દરમિયાન દરરોજ ચોક્કસ વિષયો પર નિષ્ણાતો દ્વારા પેનલ ચર્ચાઓ અને વ્યાખ્યાન આપવામાં આવશે.
Site Admin | સપ્ટેમ્બર 9, 2024 10:55 એ એમ (AM)
ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ હેડક્વાર્ટર આજથી દિલ્હીમાં ત્રણેય સેવાઓના અધિકારીઓ માટે પ્રથમ સંયુક્ત ઓપરેશનલ સમીક્ષા અને મૂલ્યાંકન કાર્યક્રમ હાથ ધરશે
