ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 15, 2024 7:41 પી એમ(PM)

printer

આ મંગળવારે પણ સર્વોચ્ચ અદાલતમાં કોલકતા આરજી કર મેડિકલ કોલેજ કેસની સુનાવણી ચાલુ રહેશે

આ મંગળવારે પણ સર્વોચ્ચ અદાલતમાં કોલકતા આરજી કર મેડિકલ કોલેજ કેસની સુનાવણી ચાલુ રહેશે. ગયા મહિને, અદાલતે કોલકાતામાં રાજ્ય સરકાર સંચાલિત આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં જુનિયર ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાના કેસની સૂઓમોટો ધ્યાને લીધી હતી. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશની ખંડપીઠ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન-સીબીઆઈના નવીનતમ સ્ટેટસ રિપોર્ટ પર વિચાર કરશે.
આ ઘટનાને અદાલતે ભયાનક ગણાવી હતી. આ કારણે દેશભરમાં ડોક્ટરોની સુરક્ષાનો મુદ્દો ઉઠ્યો હતો. સર્વોચ્ચ અદાલતે દેશભરમાં તબીબી કર્મચારીઓની સુરક્ષા માટે પગલાં સૂચવવા માટે રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની રચના કરવાનો આદેશ આપ્યો હતો.
સીબીઆઈએ આ કેસમાં ગઈકાલે આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ અને તાલા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અભિજીત મંડલની ધરપકડ કરી હતી.
તેમને ત્રણ દિવસ માટે સીબીઆઈ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.. બંનેને આજે સિયાલદહ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેમની સામે પુરાવા સાથે ચેડા કરવાના અને એફઆઈઆર નોંધવામાં વિલંબ કરવાના આરોપો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ