આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં ટી.બી. નિર્મૂલન ઝુંબેશનો ગાંધીનગર ખાતેથી રાજ્યના 16 જિલ્લાઓ અને 4 મહાનગરપાલિકામાં શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, ટી.બી. રોગના નિર્મૂલન માટે કેન્દ્રઅને રાજ્ય સરકાર કટિબધ્ધ છે. ટી.બી.ના નવા કેસ શોધીને તેની સઘન સારવાર કરીને ટી.બી.થી થતાં મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો કરી શકીએ છીએ. સમગ્ર દેશમાં ટી.બી. નાબૂદી ત્યારે જ શક્ય બનશે, જ્યારે સરકાર અને સમાજ બંને એકબીજા સાથે ભેગા મળીને કામ કરશે.
આ પ્રસંગે ટી.બી.ના દર્દીઓને પોષણ કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. રાજ્યના 16 જીલ્લા અને 4 મહાનગરપાલિકા વિસ્તારમાં ફરતી નિક્ષય વાહનને ફ્લેગઓફ કર્યું હતું. રાજ્યમાં ફરતી નિક્ષય વાહન ટી.બી.ના દર્દીઓને શોધીને સ્થળ પર જ નિદાન કરીને લોકોને ક્ષય રોગ વિશેની માહિતી આપી જનજાગૃતિ ફેલાવશે.