આયુષ મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી પ્રતાપરાવ જાધવે કહ્યું છે કે ભારતનું આરોગ્ય પ્રવાસન માત્ર શારીરિક સ્વાસ્થ્ય પર જ ધ્યાન કેન્દ્રિત કરતું નથી પરંતુ તે માનસિક અને આધ્યાત્મિક સુખાકારીને પણ સમાવી લે છે. આજે મુંબઈમાં ‘આયુષ મેડિકલ વેલ્યુ ટ્રાવેલ સમિટ’નું ઉદ્ઘાટન કરતા શ્રી જાધવે ભારપૂર્વક જણાવ્યું હતું કે આયુષ પદ્ધતિઓ અને પરંપરાગત ઉપચાર સામૂહિક રીતે સર્વગ્રાહી આરોગ્ય સેવાઓનો માપદંડ સ્થાપિત કરે છે, જે વૈશ્વિક આરોગ્ય પ્રવાસન ક્ષેત્રે ભારતને અનોખું સ્થાન આપે છે. તેમણે નોંધ્યું હતું કે હજારો વિદેશી મુલાકાતીઓ દર વર્ષે આયુર્વેદિક સારવાર માટે ભારતમાં આવે છે, જે છેલ્લાં એક દાયકામાં આયુષ સારવાર પદ્ધતિઓની વધતી માંગ સૂચવે છે. આયુષ મંત્રાલય દ્વારા મહારાષ્ટ્ર સરકારના સહયોગથી ‘આયુષ મેડિકલ વેલ્યુ ટ્રાવેલ સમિટ’નું આયોજન કરવામાં આવ્યું છે.
Site Admin | સપ્ટેમ્બર 30, 2024 6:20 પી એમ(PM)
આયુષ મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી પ્રતાપરાવ જાધવે આજે મુંબઈમાં ‘આયુષ મેડિકલ વેલ્યુ ટ્રાવેલ સમિટ’નું ઉદ્ઘાટન કર્યું
