આમ આદમી પાર્ટીનાનેતા સુશ્રી આતિષીએ આજે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી કે સક્સેનાએ રાજનિવાસ ખાતે એક સમારોહમાં આતિશી અને તેમના મંત્રીમંડળને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. AAP નેતા ગોપાલ રાય, કૈલાશ ગહલોત, સૌરભ ભારદ્વાજ, ઈમરાન હુસૈન અને મુકેશ અહલાવતે પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા.
આતિશી કાલકાજી વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. ભાજપના સુષ્મા સ્વરાજ અને કોંગ્રેસમાંથી શીલા દીક્ષિત બાદ તેઓ દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી બન્યા છે.
ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયાની શરૂઆતમાં, અરવિંદ કેજરીવાલે તેમના મંત્રી મંડળ સાથે તેમનું રાજીનામું લેફ્ટનન્ટ-ગવર્નરને સુપરત કર્યું હતું.
Site Admin | સપ્ટેમ્બર 21, 2024 7:38 પી એમ(PM)
આમ આદમી પાર્ટીના નેતા સુશ્રી આતિષીએ આજે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
