ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 17, 2025 7:19 પી એમ(PM) | માછીમારો

printer

આજ સુધી 194 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે, જેમાંના 123 ગુજરાતના છે

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નના જવાબમાં વિદેશ રાજ્યમંત્રી કિર્તી વર્ધનસિંહે જણાવ્યું કે આજ સુધી 194 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે, જેમાંના 123 ગુજરાતના છે. આ 123 માછીમારોમાંથી 33 માછીમાર વર્ષ 2021થી, 68 માછીમારો 2022થી પાકિસ્તાની જેલમાં કેદ છે. જ્યારે ગુજરાતના નવ માછીમારોને વર્ષ 2023માં અને 13ને વર્ષ 2024માં પાકિસ્તાની સત્તાવાળાઓએ કેદ કર્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ