પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત કુમાર સહગલે જણાવ્યું છે કે તમામ ભાષાઓનું સન્માન કરવાની સાથે સાથે હિન્દી ભાષાને પ્રોત્સાહન આપવું જોઈએ. આજે નવી દિલ્હીમાં પ્રસાર ભારતી સચિવાલય ખાતે હિન્દી દિવસની ઉજવણીના કાર્યક્રમને સંબોધતાશ્રી સેહગલે કહ્યું કે, હિન્દી ભાષા બોલવામાં અને સમજવામાંસરળ છે. તેમણે કહ્યું, દરેક વ્યક્તિએ ગર્વ સાથે હિન્દીબોલવું જોઈએ. શ્રી સેહગલે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વભરનામોટાં મંચો પર પણ હિન્દીમાં ભાષણ આપે છે.આ પ્રસંગે પ્રસાર ભારતીના સીઇઓ ગૌરવ દ્વિવેદીએરોજબરોજના સત્તાવાર કામમાં સત્તાવાર ભાષા હિન્દીમાં કામ કરવા પર ભાર મૂક્યો હતો. તેમણેકહ્યું કે, ભારતીય ભાષાઓમાં હિન્દીનું આગવું સ્થાન છે. શ્રી દ્વિવેદીએઅધિકારીઓને ઇ-ઓફિસ પ્લેટફોર્મ પર કામ કરતી વખતે હિન્દીનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી.આ પ્રસંગે આકાશવાણીના ડાયરેક્ટર જનરલ પ્રજ્ઞા પાલીવાલ ગૌર, દૂરદર્શનના ડાયરેક્ટર જનરલ કંચન પ્રસાદસહિતનાં વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | સપ્ટેમ્બર 17, 2024 6:57 પી એમ(PM) | હિન્દી દિવસ
આજે નવી દિલ્હીમાં પ્રસાર ભારતી સચિવાલય ખાતે હિન્દી દિવસની ઉજવણી કરાઈ
