દર વર્ષે આજનો દિવસ વિશ્વ અલ્ઝાઈમર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેનો ઉદ્દેશ અલ્ઝાઈમર રોગ વિશે જાગૃતિ ફેલાવવાનો અને તેની સાથે સંકળાયેલા નકારાત્મક વિચારોને દૂર કરવાનો છે. આ વર્ષે વિષે વસ્તુ છે -ઉન્માદ પર કાર્ય કરવાનો સમય, અલ્ઝાઈમર પર કાર્ય કરવાનો સમય. અલ્ઝાઈમર રોગમાં વ્યક્તિનું મગજ સંકોચાવા લાગે છે અને કોષોને નુકસાન થવાને કારણે યાદશક્તિ નબળી પડી જાય છે અને વિચાર અને વર્તન પર પણ અસર થાય છે. આ રોગના લક્ષણો ગંભીર નથી પણ સામાન્ય રીતે અવગણવામાં આવે છે.
એઈમ્સ દિલ્હીના ન્યુરોલોજી વિભાગના વડા ડો. મંજરી ત્રિપાઠીએ ઓલ ઈન્ડિયા રેડિયો સાથેની ખાસ વાતચીતમાં અલ્ઝાઈમર રોગના મુખ્ય લક્ષણો પર પ્રકાશ પાડ્યો, જેમાં યાદશક્તિમાં ઘટાડો, વિચારવામાં મુશ્કેલી, તર્કમાં સમસ્યા, વર્તનમાં ફેરફાર અને હતાશા નિરાશાનો સમાવેશ થાય છે.
Site Admin | સપ્ટેમ્બર 21, 2024 7:44 પી એમ(PM)
આજનો દિવસ વિશ્વ અલ્ઝાઈમર દિવસ તરીકે ઉજવવામાં આવે છે
