હવામાન વિભાગે આજથી ત્રણ દિવસમાં રાજ્યના મહતમ તાપમાનમાં બે ડિગ્રી જેટલો વધારો થવાની આગાહી વ્યક્ત કરી છે અને આજે અને આવતીકાલે કચ્છમાં હીટવેટ માટેનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ મહતમ તાપમાન 40 થી 43 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. આજે રાજકોટમાં અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ અને પોરબંદર,જુનાગઢ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
Site Admin | એપ્રિલ 6, 2025 9:48 એ એમ (AM)
આજથી બે દિવસ દરમિયાન કચ્છ સહિતના રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં હીટવેવની આગાહી
