ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 15, 2025 1:54 પી એમ(PM)

printer

આગ પર કાબૂ મેળવ્યા બાદ ઉત્તર પ્રદેશના લખનૌની લોકબંધુ હોસ્પિટલમાં ઓપીડી સેવાઓ ફરી કાર્યરત થઇ

ઉત્તર પ્રદેશમાં, ગઈકાલે રાત્રે લાગેલી આગની ઘટના બાદ લખનૌની લોક બંધુ હોસ્પિટલમાં ઓપીડી સેવાઓ ફરી શરૂ કરવામાં આવી છે. હોસ્પિટલના ડિરેક્ટર સંગીતા ગુપ્તાએ માહિતી આપી કે, ઓપીડી સેવાઓ ફરી શરૂ કરવામાં આવી છે અને દર્દીઓની સારવાર માટે બધા ઓપીડી ડોકટરો ઉપસ્થિત છે.
ગઈકાલે રાત્રે હોસ્પિટલના બીજા માળે ભીષણ આગ લાગવાથી ક્રિટિકલ કેરમાં રહેલા દર્દીઓ સહિત 200 થી વધુ દર્દીઓને હોસ્પિટલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ, લોકબંધુ હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ ઘણા દર્દીઓને KGMU, બલરામપુર હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ પણ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ અસરગ્રસ્ત દર્દીઓને યોગ્ય તબીબી સહાય આપવા માટે અધિકારીઓને સૂચના આપી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ