આગામી 24 કલાક બાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી છે. હવામાન વિભાગના નિયામક એ કે દાસના જણાવ્યા અનુસાર ત્રણ દિવસ બાદ ફરી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે.
દરમિયાન, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન મહત્તમ 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કંડલા એરપોર્ટ ખાતે નોંધાયું હતું. ત્યારબાદ સુરેન્દ્રનગર અને રાજકોટમાં 44 ડિગ્રી સેલ્સિયસ જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
Site Admin | એપ્રિલ 17, 2025 6:49 પી એમ(PM)
આગામી 24 કલાક બાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી
