ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 26, 2025 6:40 પી એમ(PM) | આંતર-રાષ્ટ્રીય

printer

આંતર-રાષ્ટ્રીય રામાયણ અને વૈદિક સંશોધન સંસ્થાએ સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક કેન્દ્રમાં રામાયણ કૉન્કલેવનું આયોજન કર્યું

આંતર-રાષ્ટ્રીય રામાયણ અને વૈદિક સંશોધન સંસ્થાએ સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક કેન્દ્રમાં રામાયણ કૉન્કલેવનું આયોજન કર્યું. બિકાનેર વિશ્વ-વિદ્યાલયના કુલપતિ પ્રૉફેસર મનોજ દિક્ષિતઅને ગુજરાત વિશ્વ-વિદ્યાલયનાં કુલપતિ પ્રૉફેસર નીરજા ગુપ્તા સહિત વિખ્યાત નિષ્ણાતોએ વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી આ કૉન્કલેવને સંબોધિત કર્યું હતું. ભારત અને શ્રીલંકાના ધાર્મિક નેતાઓએ વિવિધ દેશનું ઉદાહરણ આપતા સમગ્ર વિશ્વ પર ભગવાન શ્રીરામના વ્યક્તિત્વની અસર અંગે માહિતી આપી.રામાયણ મુજબ, શ્રીલંકાનું વિશેષ મહત્વ છે.અહીં સીતા એલિયા, મનાવરી મંદિર અને મુન્ને-શ્વરમ્ મંદિર જેવા મહત્વના સ્થળ છે,જ્યાં ભગવાન શ્રીરામે શિવલિંગની સ્થાપના કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ