આંતરરાજ્ય પ્રવાસનને વેગ આપવાના હેતુથી દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે આંતરરાજ્ય હવાઈ મથક બનાવાની કામગીરી શરૂ કરાઇ છે. આજે વિધાનસભામાં રાજ્યના નાગરિક ઉડ્ડયન મંત્રી બલવંતસિંહરાજપૂતે જણાવ્યું કે દાહોદમાં વિકસાવવામાં આવનાર હવાઈમથકમાં ખાનગી જમીનનો સમાવેશથતો નથી, 100 ટકા સરકારી જમીન મેળવવામાં આવશે. વ્હાલીદીકરી યોજના હેઠળ વર્ષ 2024માં સુરેન્દ્રનગર જિલ્લાની એક હજાર 598 દીકરીઓને કુલ 17કરોડ 57 લાખ રૂપિયાથી વધુની સહાય મંજૂર કરાઈ છે. વિધાનસભામાં રાજ્ય મંત્રી પ્રફુલપાનશેરિયાએ જણાવ્યું કે આ યોજના હેઠળ દીકરીઓને વિવિધ તબક્કે કુલ રૂ. એક લાખ દસ હજારરૂપિયાની સહાય આપવામાં આવે છે. શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહરાજપૂતે કહ્યું, મહેસાણા અને ગાંધીનગરમાં જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં કુલ 10 હજાર835 શિક્ષિત અને અર્ધ શિક્ષિત યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારી ઉપલબ્ધ કરાવાઇ છે.દરમિયાનસામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું કે અમરેલી જિલ્લામાં ‘સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તરસહાય’ યોજના હેઠળ છેલ્લા એક વર્ષમાં 16 લાખ રૂપિયાનીસહાય ચૂકવાઇ છે. વિધાનસભામાં ઔદ્યોગિક નીતિ-2020 હેઠળ જામનગર જિલ્લાના MSME એકમોને વ્યાજ સહાય વિશે વિગતો આપતાઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું કે છેલ્લા એક વર્ષમાં જામનગરમાં વ્યાજસહાયની કુલ 401 અરજીઓ મંજૂર કરાઇ છે, જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા 9 કરોડ81 લાખ રૂપિયા કરતાવધુની રકમ ચૂકવાઈ છે.
Site Admin | માર્ચ 18, 2025 3:17 પી એમ(PM) | balvantsingh rajput
આંતરરાજ્ય પ્રવાસનને વેગ આપવાના હેતુથી દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે આંતરરાજ્ય એરપોર્ટ બનાવાની કામગીરી શરૂ
