અમેરિકામાં ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટે કુખ્યાત ગેંગસ્ટર હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી પાસિયાની ધરપકડ કરી છે. પાસિયા પર પંજાબમાં 14 આતંકવાદી હુમલાઓનું કાવતરું ઘડવાનો આરોપ છે.રાષ્ટ્રીય તપાસ એજન્સી -NIA પણ હેપ્પી પાસિયાને શોધી રહી હતી. આ વર્ષની શરૂઆતમાં, NIA એ પાસિયા પર પાંચ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. હેપ્પી પાસિયા પાકિસ્તાન સ્થિત આતંકવાદી હરવિંદર સિંહ સંધુ નજીકનો સાથી રહ્યો છે અને પંજાબમાં અનેક આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યો છે.
Site Admin | એપ્રિલ 18, 2025 9:55 એ એમ (AM)
અમેરિકામાં ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટે કુખ્યાત ગેંગસ્ટર હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી પાસિયાની ધરપકડ કરી
