અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્યાપક નવા ટેરિફની જાહેરાત કર્યા પછી 50થી વધુ દેશોએ વેપાર વાટાઘાટ શરૂ કરવા માટે વ્હાઇટ હાઉસનો સંપર્ક કર્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રના ટોચના અધિકારીઓએ આ ટેરિફનો બચાવ કર્યો હતો. ટ્રમ્પની જાહેરાતને પગલે ગયા સપ્તાહે અમેરિકાનાં શેરોના મૂલ્યમાં લગભગ છ ટ્રિલિયન અમેરિકન ડોલરનું નુકસાન થયું છે.ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે ખાનગી સમાચાર ચેનલને જણાવ્યું કે, ગયા બુધવારની જાહેરાત પછી 50થી વધુ દેશોએ અમેરિકા સાથે વાટાઘાટો શરૂ કરી દીધી છે.
Site Admin | એપ્રિલ 7, 2025 9:42 એ એમ (AM)
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફની જાહેરાત કર્યા પછી પચાસથી વધુ દેશોએ વેપાર વાટાઘાટ શરૂ કરવા વ્હાઇટ હાઉસનો સંપર્ક કર્યો
