અમેરિકાના ફ્લૉરિડામાં રમાઈ રહેલી તીરંદાજી વિશ્વ-કપ 2025માં ભારતના ધીરજ બોમ્માદેવરાએ કાંસ્ય ચંદ્રક જીત્યો છે. તેમણે પુરુષોની વ્યક્તિગત રિકર્વ સ્પર્ધામાં એન્ડ્રેસ ટૅમિનો મેડિઅલને 6-4થી પરાજય આપી આ સિદ્ધિ મેળવી છે. આ સાથે જ ધીરજ બોમ્માદેવરાએ આ ટૂર્નામૅન્ટમાં બીજો ચંદ્રક જીત્યો છે.
આ વિજય સાથે ભારતે તીરંદાજી વિશ્વકપમાં અત્યાર સુધી એક સુવર્ણ, એક રજત અને બે કાંસ્ય સહિત કુલ ચાર ચંદ્રક જીત્યા છે. હાલમાં ભારતીય ટીમ પૉઈન્ટ ટૅબલમાં ચોથા સ્થાને છે.
આ પહેલા ધીરજ બોમ્માદેવરાએ તરૂણદીપ રાય અને અતનુ દાસ સાથે મળીને રિકર્વ પુરુષ ટીમ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો હતો. જ્યારે જ્યોથિ સુરેખા વેન્નમ અને રિષભ યાદવની જોડીએ કમ્પાઉન્ડ મિશ્ર ટીમ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. જ્યારે અભિષેક વર્મા, રિષભ યાદવ અને ઓજસ દેવતાલેની પુરુષો કમ્પાઉન્ડ ટીમે કાંસ્ય ચંદ્રક જીત્યો છે.
Site Admin | એપ્રિલ 14, 2025 6:20 પી એમ(PM)
અમેરિકાના ફ્લૉરિડામાં રમાઈ રહેલી તીરંદાજી વિશ્વ-કપ 2025માં ભારતના ધીરજ બોમ્માદેવરાએ કાંસ્ય ચંદ્રક જીત્યો
