પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન અમેરિકાએ ભારતમાંથી ચોરાયેલી અને તસ્કરી કરાયેલી 297 કલાકૃતિ ભારતને પરત આપવાનો નિર્ણય કર્યો છે. આ કલાકૃતિઓ ટૂંક સમયમાં ભારત મોકલવામાં આવશે. ડેલાવેયરના વિલમિંગ્ટનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જૉ બાઈડેનની દ્વિપક્ષીય બેઠક દરમિયાન આ કલાકૃતિઓને પ્રતિકાત્મક રીતે સોંપવાની રીતે બંને નેતાઓને કેટલીક કલાકૃતિઓ બતાવવામાં આવી હતી.
પ્રધાનમંત્રીએ આ કલાકૃતિઓને પરત આપવા અંગે રાષ્ટ્રપ્રમુખ બાઈડેનનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, આ કલાકૃતિઓ ભારતની ઐતિહાસિક સંસ્કૃતિનો હિસ્સો તો છેજ, પરંતુ દેશની સભ્યતા અને ચેતનાનો પણ આધાર છે.
Site Admin | સપ્ટેમ્બર 22, 2024 2:21 પી એમ(PM)
અમેરિકાએ ભારતમાંથી ચોરાયેલી અને તસ્કરી કરાયેલી 297 કલાકૃતિ ભારતને પરત આપવાનો નિર્ણય કર્યો
