અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ અને ઈટલીનાં પ્રધાનમંત્રી જ્યોર્જિયા મૅલોની વચ્ચે આજે વૉશિંગ્ટન ડીસીમાં બેઠક યોજાશે. સમગ્ર વિશ્વમાં ચાલી રહેલા વેપાર યુદ્ધ વચ્ચે આ બેઠક મહત્વની હશે. વૉશિંગ્ટનના પ્રવાસ બાદ ઈટલીનાં પ્રધાનમંત્રી આવતીકાલે રૉમમાં અમેરિકાના ઉપ-રાષ્ટ્રપ્રમુખ જે.ડી. વાન્સનું સ્વાગત કરશે. શ્રી વાન્સ વેટિકનના વિદેશમંત્રી કાર્ડિનલ પિએત્રો પૅરોલિન સાથે પણ મુલાકાત કરશે.
ઈટલીના પ્રવાસ બાદ શ્રી વાન્સ ભારત પ્રવાસે આવશે. દરમિયાન તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બેઠક કરશે.
Site Admin | એપ્રિલ 17, 2025 1:34 પી એમ(PM)
અમેરિકન પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ અને ઈટલીનાં પ્રધાનમંત્રી જ્યોર્જિયા મૅલોની વચ્ચે આજે વૉશિંગ્ટનમાં બેઠક યોજાશે
