અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત જાહેર આરોગ્ય કેન્દ્ર- CHCમાં ટેસ્ટ રિપોર્ટ સહિત આરોગ્ય તપાસના રિપોર્ટને ડિજિટલ કરાયા છે. મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ દેવાંગ દાણીએ જણાવ્યું કે, CHCમાં 30થી વધુ અલગ અલગ ટેસ્ટ કરવામાં આવે છે. દર્દીઓને હવે ઑનલાઈન માધ્યમથી ટેસ્ટ રિપોર્ટ મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ માટે નવું સૉફ્ટવેર પણ તૈયાર થઈ રહ્યું છે, જેનાથી એક વખત દર્દી સારવાર લેવા આવે ત્યારબાદ તેની સારવાર અંગેની મેડિકલ હિસ્ટ્રી સરળતાથી મળી રહેશે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં શહેરના 12 જેટલા CHC પર જે લેબ ટેસ્ટ કરાય છે. તેના રિપોર્ટ દર્દીઓને સોશિયલ મીડિયાના માધ્યમથી મોકલવામાં આવશે.
Site Admin | ડિસેમ્બર 14, 2024 8:15 એ એમ (AM) | અમદાવાદ મહાનગરપાલિકા
અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત જાહેર આરોગ્ય કેન્દ્ર- CHCમાં ટેસ્ટ રિપોર્ટ સહિત આરોગ્ય તપાસના રિપોર્ટને ડિજિટલ કરાયા છે.
