અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે.હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી 24 કલાક તાપમાનની યથાવત રહેશે. ત્યારબાદ ધીમે ધીમે રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 3 થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટશે તથા ઉત્તર ગુજરાતના ભાગો પર એક સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જ્યારે પૂર્વ ગુજરાત તરફ સક્રિય છે. જેને કારણે અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં આગામી ત્રણ થી ચાર દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ થવાની શક્યતાઓ છે.
Site Admin | ફેબ્રુવારી 3, 2025 7:48 પી એમ(PM)
અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે
