ભારત અને ન્યૂ ઝિલેન્ડ મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રમાયેલી વન-ડે મેચમાં ભારતે ન્યૂ ઝિલેન્ડને જીતવા માટે 228 રનનો લક્ષ્યાંક આપ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ વન-ડે શ્રેણીનો પ્રારંભ થયો છે. હાલમાં મળતા અહેવાલ અનુસાર, ન્યૂ ઝિલેન્ડની ટીમે 34 ઑવરમાં 7 વિકેટ ગુમાવી 214 રન બનાવ્યા છે.ન્યૂઝિલેન્ડનાં લૉરેન ડાઉન 26, જ્યોર્જિયા પ્લિમર 25 અને સૂઝિ બેટ્સ એક રન બનાવીને આઉટ થઈ ગયાં હતાં. જ્યારે સુકાની સોફી ડેવિન માત્ર 2 રન બનાવીને રન-આઉટ થયાં હતાં. ભારત તરફથી સૈમા ઠાકોર, દીપ્તિ શર્મા અને રાધા યાદવે એક-એક વિકેટ ઝડપી છે.આ પહેલા ભારત તરફથી સૌથી વધારે 42 રન તેજલ હસબ્નિસે બનાવ્યાં હતાં. જ્યારે દિપ્તી શર્માએ 41, યસ્તિકા ભાટિયાએ 37, જેમિમાહ રોડ્રિગ્યૂસે 35 અને શેફાલી વર્માએ 33 રન બનાવ્યા હતા.
Site Admin | ઓક્ટોબર 24, 2024 8:27 પી એમ(PM) | મહિલા ક્રિકેટની વનડે મેચ
અમદાવાદમાં રમાઇ રહેલી ભારત અને ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટની વનડે મેચમાં ભારતે 228 રનનો લક્ષ્યાંક આપ્યો
