અમદાવાદ ખાતે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ૫૬ પાકિસ્તાની લઘુમતી નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયાં હતાં.
અમદાવાદમાં વર્ષ ૨૦૧૭થી ૨૦૨૪ દરમિયાન કુલ એક હજાર ૨૨૩ લોકોને નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયાં હતાં. ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આજે નાગરિકતા પ્રમાણપત્ર મેળવનારા લોકોના ચહેરા પર ખુશી અને વિશ્વાસની લાગણી છલકાઈ રહી છે. આજે પાકિસ્તાનમાંથી આવેલા ઘણા લઘુમતી પરિવારો સમાજમાં વિવિધ ક્ષેત્રે વિકાસ સાધી રહ્યા છે અને સમાજના ઉત્થાનમાં યોગદાન આપી રહ્યા છે. આવા પરિવારોનાં સંતાનો પણ ઉચ્ચ અભ્યાસમાં સફળતા મેળવી રહ્યાં છે. આવા પરિવારોને નવી ઓળખ આપવાનું કામ કેન્દ્ર અને રાજ્ય સરકારે કર્યું છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું. પાકિસ્તાનથી ભારત આવીને વસેલા લઘુમતીઓને નાગરિકતા આપતો કાયદો લાવવા બદલ તેઓએ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
Site Admin | ડિસેમ્બર 11, 2024 7:55 પી એમ(PM)
અમદાવાદમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ૫૬ પાકિસ્તાની લઘુમતી નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત
