ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 25, 2025 7:42 એ એમ (AM)

printer

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે આઇપીએલની મેચ રમાશે

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત ટાઇટન્સ પંજાબ કિંગ્સ સામે તેનાં આઇપીએલ અભિયાનનો પ્રારંભ કરશે. ગુજરાત ટાઇટન્સે 2022થી આઇપીએલમાં રમવાનો પ્રારંભ કર્યો હતો અને પ્રથમ જ સીઝનમાં હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ટીમ ચેમ્પિયન બની હતી. પંજાબ કિંગ્સ માટે આ સીઝનથી કેપ્ટન બનેલા શ્રેયસ ઐયરની આગેવાનીમાં ગઈ સિઝનમાં કોલકતા નાઇટ રાઇડર્સ ચેમ્પિયન બન્યું હતું.
દિલ્હી કેપિટલ્સે ગઈકાલે રાત્રે વિશાખાપટ્ટનમના વાય. એસ. રાજશેખર રેડ્ડી ક્રિકેટ સ્ટેડિયમમાં છેલ્લી ઓવરની રોમાંચક મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને એક વિકેટથી હરાવ્યું હતું. લખનઉ સુપર જાયન્ટ્સ દ્વારા નિર્ધારિત 210 રનના લક્ષ્યાંકનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે 19.3 ઓવરમાં 9 વિકેટે 211 રન બનાવી જીત પ્રાપ્ત કરી હતી.
મેચ ભારતીય સમય અનુસાર સાંજે સાડા સાત વાગે રમાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ