સમાચાર ઊડતી નજરે
સમગ્ર દેશમાં આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 153મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અપર્ણ કરવામાં આવી રહી છે.            દેશભરમાં આજે પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અપર્ણ કરવામાં આવી રહી છે.            જળશક્તિ મંત્રાલયના પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ દ્વારા આજે સ્વચ્છ ભારત દિવસનું આયોજન કરવામાં આવશે.            સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે નવી દિલ્હીમાં ડિફેન્સ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટના 275મા વાર્ષિક દિવસની ઉજવણી દરમિયાન ઘણી ડિજિટલ પહેલ શરૂ કરી.            મહિલા ટ્વેન્ટી- 20 એશિયા કપ ક્રિકેટમાં ગઈકાલે બાંગ્લાદેશના સિલ્હેટમાં ભારતે શ્રીલંકાને 41 રને પરાજય આપ્યો હતો.           

Sep 23, 2022
7:37PM

​સુરત ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 3472 કરોડથી વધુ રકમના વિકાસ કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત 29 સપ્ટેમ્બરે યોજાશે.

માહિતી ખાતું
​સુરત ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 3472 કરોડથી વધુ રકમના વિકાસ કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત 29 સપ્ટેમ્બર યોજાયું હોવાથી તંત્ર દ્વારા તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.  

ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કેન્ટાઇલ સિટી લિમિટેડ એટ્લે કે ડ્રીમ સિટી તરીકે ઓળખાતા હીરા ઉદ્યોગ મહત્વાકાંક્ષી પ્રોજેકટ પૂરો થવા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે  અહી તૈયાર થઈ ચૂકેલા કામનુ લોકાર્પણ પ્રધાનમંત્રી શ્રી મોદી કરવાના છે , જેમાં 103 કરોડથી વધુના ખર્ચે બનેલા રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સાડા નવ કરોડના ખર્ચે તૈયાર થયેલા ડ્રીમ સિટીના મુખ્ય પ્રવેશદ્વારનો સમાવેશ થાય છે. ઉપરાંત ડ્રીમ સિટીમાં શરૂ થનાર 370 કરોડ રૂપિયા ના  વિકાસ કાર્ય નું ખાતમુહૂર્ત પણ તેઓ કરવાના છે.   

વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિ અને પર્યાવરણની જાળવણી કરવાના ઉદ્દેશથી સુરત મહાનગરપાલિકા દ્વારા 139 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર બાયોડાયવર્સિટી પાર્કનું ભૂમિપૂજન પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સંપન્ન થવાનું છે. 88 હેક્ટર જમીનમાં આકાર પામનાર આ પાર્કમાં કુલ 85 જાતની વનસ્પતિ તેમજ 6 લાખ જેટલાં વૃક્ષ રોપવામાં આવશે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ