સમાચાર ઊડતી નજરે
ચૂંટણીપંચે ચૂંટણી વચનો આપે ત્યારે નાણાકીય બાબતનું મૂલ્યાંકન કરવા રાજકીય પક્ષોને અનુરોધ કર્યો            કેન્દ્ર સરકાર ૨૨ વર્ષ જૂના ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટને બદલીને નવો ડિજિટલ ઈન્ડિયા એક્ટ લાવશે            આગામી 14 ઓકટોબરથી રાજયભરમાં ગરીબ કલ્યાણ મેળા યોજાશે. મુખ્યમંત્રી તાપીથી આરંભ કરશે.            રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ જણાવ્યું કે, વિજ્ઞાન, સંશોધન અને નવીનતાના ક્ષેત્રમાં શાળાકીય શિક્ષણ મૂળભૂત પાયો છે. ગુજરાત યુનિવર્સિટીના હર સ્ટાર્ટ અપ પ્લેટફોર્મનો આરંભ કર્યો.            વડોદરાના દરજીપુરા નજીક અકસ્માતમાં છ ના મોત           

Sep 23, 2022
6:59PM

​રાજકોટ ખાતે 18 કરોડ રૂપિયાના ખર્ચે બંધાયેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અને સ્પોર્ટસ હોસ્ટેલનું લોકાર્પણ આજે ગૃહ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીના હસ્તે યોજાઈ ગયું.

જયદિપ પંડ્યા
​રાજકોટ ખાતે 18 કરોડ રૂપિયાના ખર્ચે બંધાયેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અને સ્પોર્ટસ હોસ્ટેલનું લોકાર્પણ આજે ગૃહ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીના હસ્તે યોજાઈ ગયું. આ પ્રસંગે તેમણે જણાવ્યુ હતું કે આ સ્પોર્ટ્સ સંકુલમાં મહિને માત્ર 200 રૂપિયામાં ખેલકૂદની ઉત્તમ તાલીમ મળશે.  

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે  છત્રીસમી નેશનલ ગેમ્સનું આયોજન માત્ર 90 દિવસમાં કરીને ગુજરાત એક ઇતિહાસ રચવા જઈ રહ્યું છે અને ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની ટીમે પ્રાથમિક પરીક્ષણ બાદ ગુજરાતે કરેલી તૈયારીને વખાણી હતી.નેશનલ ગેમ્સમાં ભાગ લેવા માટે આવેલા દેશભરના ખેલાડીઓ અહી ગરબા માણે તેવી વ્યવસ્થા પણ ગોઠવાઈ રહી હોવાનું મંત્રી શ્રી સંઘવીએ ઉમેર્યું હતું. 

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ