સમાચાર ઊડતી નજરે
સમગ્ર દેશમાં આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 153મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અપર્ણ કરવામાં આવી રહી છે.            દેશભરમાં આજે પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અપર્ણ કરવામાં આવી રહી છે.            જળશક્તિ મંત્રાલયના પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ દ્વારા આજે સ્વચ્છ ભારત દિવસનું આયોજન કરવામાં આવશે.            સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે નવી દિલ્હીમાં ડિફેન્સ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટના 275મા વાર્ષિક દિવસની ઉજવણી દરમિયાન ઘણી ડિજિટલ પહેલ શરૂ કરી.            મહિલા ટ્વેન્ટી- 20 એશિયા કપ ક્રિકેટમાં ગઈકાલે બાંગ્લાદેશના સિલ્હેટમાં ભારતે શ્રીલંકાને 41 રને પરાજય આપ્યો હતો.           

Sep 23, 2022
7:37PM

​ચોમાસામાં ધોવાઈ ગયેલા રસ્તાના રિસરફેસિંગ માટે 508 કરોડથી વધુ રકમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મંજૂર કરી.

ફાઈલ ફોટો
​ચોમાસાને લીધે ખરાબ થયેલા રાજ્યભરના નાના મોટા રસ્તાના સમારકામ અને રિસરફેસિંગ માટે  508 કરોડ 64 લાખ રૂપિયા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મંજૂર કરી નવરાત્રિ પહેલા કામ પૂરું કરવા તાકીદ કરી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદને લીધે ધોવાઈ ગયેલા 98 જેટલા રસ્તાના કુલ 756 કિલોમીટર જેટલું કામ રિસરફેસિંગ માટે હાથ ધર્યું હોવાનું સતાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે. 

માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાલ 5790 કિલોમીટર સડકનું બાંધકામ 5986 કરોડના ખર્ચે શરૂ થઈ ચૂક્યું છે , જ્યારે 1762 કરોડના વધુ સડક બાંધકામ પ્રોજેકટ હાથ ધરવા માટે ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે. 

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ