સમાચાર ઊડતી નજરે
સમગ્ર દેશમાં આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 153મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અપર્ણ કરવામાં આવી રહી છે.            દેશભરમાં આજે પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અપર્ણ કરવામાં આવી રહી છે.            જળશક્તિ મંત્રાલયના પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ દ્વારા આજે સ્વચ્છ ભારત દિવસનું આયોજન કરવામાં આવશે.            સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે નવી દિલ્હીમાં ડિફેન્સ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટના 275મા વાર્ષિક દિવસની ઉજવણી દરમિયાન ઘણી ડિજિટલ પહેલ શરૂ કરી.            મહિલા ટ્વેન્ટી- 20 એશિયા કપ ક્રિકેટમાં ગઈકાલે બાંગ્લાદેશના સિલ્હેટમાં ભારતે શ્રીલંકાને 41 રને પરાજય આપ્યો હતો.           

Sep 23, 2022
7:12PM

​કેન્દ્રિય વન અને પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવે કેવડીયાના એકતાનાગર ખાતે સેંટ્રલ બ્યૂરો ઓફ કોમ્યુનિકેશન દ્વારા આયોજિત પ્રદર્શન ખુલ્લુ મૂક્યું.

ટ્વિટર
​કેવડીયા ખાતે એકતા નગરમાં આજથી શરૂ થયેલી પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદના સ્થળ નજીક યોજાયેલા એક વિશેષ પ્રદર્શનને કેન્દ્રિય વન અને પર્યાવરણમંત્રી ભુપેન્દ્ર યાદવે ખુલ્લુ મૂક્યું હતું, જેનું આયોજન માહિતી અને પ્રસારણ મંત્રાલયના  કેન્દ્રીય સંચાર બ્યુરોના ગુજરાત એકમ દ્વારા કરવામાં આવ્યું છે.આઝાદીના અમૃત મહોત્સવની વિષય વસ્તુ આધારિત આ બેનમૂન ફોટો પ્રદર્શન વિષે મંત્રી શ્રી યાદવને અપર મહાનિદેશક પ્રકાશ મગદુમે વાકેફ કર્યા હતા ,જ્યારે નર્મદા ડેમ પરિસરમાં આવું પ્રદર્શન યોજવાની પૂર્વભૂમિકા નાયબ નિયામક યોગેશ પંડ્યાએ રજૂ કરી હતી.આઝાદીની સંઘર્ષ ગાથાને રજૂ કરતું ફોટો પ્રદર્શન નિહાળવા માટે વધુને વધૂ લોકો અહી પહોંચી રહ્યા છે.કેવડીયાની માધ્યમિક શાળામાં આઝાદીના અમૃત મહોત્સવ અંગે નિબંધ સ્પર્ધા યોજવા ઉપરાંત એકતાનગરમાં સાંસ્ક્રુતિક કાર્યક્રમો પણ સી. બી. સી. દ્વારા યોજાયા છે. 

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ