સમાચાર ઊડતી નજરે
રાજ્યમાં કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થયાના અહેવાલ.            ધોરણ 10 અને 12ના રિપિટર, ખાનગી, પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા આગામી 15મી જુલાઇએ યોજાશે.            ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં દરિયાઇ ક્ષાર પ્રવેશ નિયંત્રણ માટે 102 કરોડ રૂપિયાની યોજનાને રાજ્ય સરકારે મંજૂરી આપી.            વિશ્વના પ્રથમ નેનો યુરિયા લિક્વિડ ખાતરનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સથી પ્રારંભ કરાવ્યો.            કેન્દ્રિય ગૃહમંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું છે કે કોવિડ પ્રતિબંધોની છૂટછાટમાં બેદરકારી ન રાખે.           

Jun 09, 2021
7:43PM

સોનાચાંદીનાં આભુષણનું મોટાપાયે ઉત્પાદન કરતા રાજકોટમાં કોમન ફેસીલીટી સેન્ટરની શરૂઆત થતા નાના ઉત્પાદકોને પ્રગતિની મોટી તક મળશે.

--
સોનાચાંદીનાં આભુષણનું મોટાપાયે ઉત્પાદન કરતા રાજકોટમાં કોમન ફેસીલીટી સેન્ટરની શરૂઆત થતા નાના ઉત્પાદકોને પ્રગતિની મોટી તક મળશે. જેમ એન્ડ જ્વેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા આવા ચાર કેન્દ્ર ભારતમાં ખોલવાના છે,જે પૈકી પહેલું રાજકોટ ખાતે સાતમી જુનથી કાર્યરત કરી દેવાયું છે. આ કેન્દ્ર ખોલવા માટે ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા 100% ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. ગોલ્ડ જ્વેલરી મેન્યુફેક્ચરીંગ કરતા એકમોના આગેવાનો આ કેન્દ્ર નું સંચાલન કરશે. રાજકોટની સોની બજારમાં કોમન ફેસીલીટી સેન્ટરની શરૂઆત ૨૩૦૦ ચોરસ ફૂટ જગ્યામાં હાલ કરવામાં આવી છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ