સમાચાર ઊડતી નજરે
સમગ્ર દેશમાં આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 153મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અપર્ણ કરવામાં આવી રહી છે.            દેશભરમાં આજે પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અપર્ણ કરવામાં આવી રહી છે.            જળશક્તિ મંત્રાલયના પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ દ્વારા આજે સ્વચ્છ ભારત દિવસનું આયોજન કરવામાં આવશે.            સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે નવી દિલ્હીમાં ડિફેન્સ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટના 275મા વાર્ષિક દિવસની ઉજવણી દરમિયાન ઘણી ડિજિટલ પહેલ શરૂ કરી.            મહિલા ટ્વેન્ટી- 20 એશિયા કપ ક્રિકેટમાં ગઈકાલે બાંગ્લાદેશના સિલ્હેટમાં ભારતે શ્રીલંકાને 41 રને પરાજય આપ્યો હતો.           

Sep 23, 2022
6:56PM

સુરતમાં આઈડીટીના વિદ્યાર્થીઓએ નેશનલ ગેમની થીમ પર નવરાત્રીના વસ્ત્રો બનાવ્યા.

​સુરતમાં આઈડીટીના વિદ્યાર્થીઓએ નેશનલ ગેમની થીમ પર નવરાત્રીના વસ્ત્રો બનાવ્યા

ગુજરાતમાં નવરાત્રીને લઈને હંમેશા અનેરો ઉત્સાહ રહ્યો છે અને આ વર્ષે ગુજરાતમાં યોજાઈ રહેલી 36મી નેશનલ ગેમ્સને કારણે એક અલગ જ તહેવાર જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આ વખતેસુરત માં  આઈડીટીના ડિઝાઈન સ્ટુડન્ટ્સે એ જ ઉત્સાહને વધારતા નવરાત્રિનું એવું કલેક્શન માર્કેટમાં લૉન્ચ કર્યું, જેમાં ડિઝાઇનર એલિમેન્ટ્સ તેમજ નવરાત્રિના રંગો અને ભારતની વિવિધ કળાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સાથે જ નેશનલ ગેમ્સમાંથી પ્રેરણા લઈને નવરાત્રિ ડ્રેસ નેશનલ ગેમ્સમાં યોજાનારી તમામ 36 રમતોને દર્શાવે છે. પેચ વર્ક અને હેન્ડ એમ્બ્રોઇડરીથી હાઇલાઇટ કરાયેલ, આખું વસ્ત્ર રમતગમતની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. સ્પેશિયલ નેશનલ ગેમ્સનો લોગો દુપટ્ટા પર છપાયેલો છે 

આ કલેક્શન ખાસ એટલા માટે છે કારણ કે અહીંના ઈન્ડસ્ટ્રી, ઈનોવેશન અને સ્પોર્ટ્સને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓએ જાતે જ તેની પ્રિન્ટ તૈયાર કરી છે.  અને બીજી ઘણી કળાઓના હાથકામ કરીને તેનો ઉછેર કરવામાં આવ્યો છે. આઈડીટીના ડિરેક્ટર  અનુપમ ગોયલે જણાવ્યું હતું “અમારા વિદ્યાર્થીઓ દર વર્ષે નવરાત્રિ સંગ્રહ શરૂ કરે છે અને આ વખતે ઔદ્યોગિક પ્રક્રિયા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ