સમાચાર ઊડતી નજરે
નવ વર્ષમાં સ્વચ્છ ભારત અભિયાન એક મોટું અભિયાન બની ગયું છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી            આજે અનંત ચતુર્દશીનો તહેવાર ગણેશ વિસર્જન સાથે ઉજવવામાં આવશે            ભારતીય સેના આજે 197મો ગનર્સ ડે ઉજવી રહી છે            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂપિયા 76 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાનું લોકાર્પણ કર્યું            આયુષ્યમાન ભવ કાર્યક્રમ અંતર્ગત દીવ જીલ્લાને કુપોષણ મુક્ત બનાવવા દીવ કલેકટર દ્વારા એક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી           

Jun 09, 2023
11:32AM

સાગર પરિક્રમાના સાતમા તબક્કાના ભાગરૂપે કેન્દ્રિય મત્સ્યોદ્યોગ મંત્રી પુરૂષોત્તમ રુપાલા અને રાજ્યમંત્રી એલ. મુરૂગન કેરળ અને લક્ષ્યદીપની મુલાકાતે

DD News
સાગર પરિક્રમાના સાતમા તબક્કાના ભાગરૂપે કેન્દ્રિય મત્સ્યોદ્યોગ મંત્રી પુરૂષોત્તમ રુપાલા અને રાજ્યમંત્રી એલ. મુરૂગન આજે કેરળ અને લક્ષ્યદીપની મુલાકાતે જશે. 
બંને અગ્રણીઓ બેયપોર મત્સ્ય બંદરની મુલાકાત લેશે તેમજ માહે અને કોઝીકોડેમાં સ્થાનિક માછીમારો સાથે સંવાદ કરશે તથા ખાસ કાર્યક્રમમાં યોજનાકીય સહાયનું અને પ્રમાણપત્રોનું વિતરણ કરશે. 
ઉલ્લેખનીય છે કે, સાગર પરિક્રમાના ભાગરૂપે મંત્રીઓ સમગ્ર દેશના દરિયાઈ વિસ્તારની મુલાકાત લઈને માછીમારો સાથે સીધો સંવાદ કરી રહ્યા છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ