સમાચાર ઊડતી નજરે
રાજ્યમાં કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થયાના અહેવાલ.            ધોરણ 10 અને 12ના રિપિટર, ખાનગી, પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા આગામી 15મી જુલાઇએ યોજાશે.            ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં દરિયાઇ ક્ષાર પ્રવેશ નિયંત્રણ માટે 102 કરોડ રૂપિયાની યોજનાને રાજ્ય સરકારે મંજૂરી આપી.            વિશ્વના પ્રથમ નેનો યુરિયા લિક્વિડ ખાતરનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સથી પ્રારંભ કરાવ્યો.            કેન્દ્રિય ગૃહમંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું છે કે કોવિડ પ્રતિબંધોની છૂટછાટમાં બેદરકારી ન રાખે.           

Jun 11, 2021
7:45PM

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારોહ ઓનલાઈન માધ્યમથી યોજાયો.

પીટીસી
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારોહ ઓનલાઈન માધ્યમથી યોજાયો હતો. 
કાર્યક્રમના અધ્યક્ષ શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વિદ્યાર્થીઓને આ પ્રસંગે શુભેચ્છાઓ આપી સમાજ પ્રત્યેની તેમની જવાબદારીઓ અંગે પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું.
આ ઓનલાઈન પદવીદાન સમારોહનું યુનિવર્સિટીની વેબસાઈટ, ફેસબુક પેજ અને યુ-ટ્યુબ ચેનલ પરથી લાઈવ પ્રસારણ કરવામાં આવ્યુ હતું. જેમાં 25,000થી વધુ વિદ્યાર્થીઓ ઓનલાઈન જોડાયા હતા. કુલ 38 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ પ્રદાન કરાયા.
ઉલ્લેખનીય છે કે, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સાથે મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા અને છોટાઉદેપુર એવા પાંચ જીલ્લાની કુલ ૧૭૧ ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ કાર્યરત છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ