સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભોપાલમાં ભાજપના કાર્યકર્તાઓના મહાકુંભને સંબોધિત કરશે            પ્રધાનમંત્રીએ પહેલી ઓક્ટોબરે, એક કલાક માટે નાગરિકોને શ્રમદાનનું આહવાન કર્યું            ભારત અને સંયુક્ત રાષ્ટ્રએ ગ્લોબલ સાઉથ માટે સંયુક્ત ક્ષમતા નિર્માણ પહેલ શરૂ કરી            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં નવા મોડલ ફાયર સ્ટેશન માટે સૈધ્ધાંતિક મંજૂરી આપી            ભારતે બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને 99 રનથી હરાવ્યું           

Sep 22, 2022
5:43PM

શ્રીલંકામાં, વાર્ષિક ફુગાવાનો દર ગયા ઓગસ્ટ મહિનામાં 70 ટકાથી વધુ નોંધાયો.

આકાશવાણી
શ્રીલંકામાં, વાર્ષિક ફુગાવાનો દર ગયા ઓગસ્ટ મહિનામાં 70 ટકાથી વધુ નોંધાયો છે. સૌથી ખરાબ આર્થિક કટોકટી સાથે શ્રીલંકામાં ગયા વર્ષની સરખામણીમાં ખાદ્યપદાર્થોના ભાવમાં 84.6 ટકાનો વધારો થયો છે. સત્તાવાર આંકડાઓ દર્શાવે છે કે ઓગસ્ટના અંત સુધીના ત્રણ મહિનામાં અર્થતંત્રમાં 8.4 ટકાનો ઘટાડો થયો છે.

જો કે, આ મહિનાની શરૂઆતમાં, શ્રીલંકાએ 2.9 અબજની લોન માટે આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ સાથે કરાર કર્યા છે. અંદાજે સવા બે કરોડની વસતી ધરાવતા શ્રીલંકામાં આ વર્ષે નાણાકીય અને રાજકીય અરાજકતાના કારણે વિદેશી હુંડીયામણની અછત ઉભી થઇ છે. પરિણામે બળતણ, ખાતર અને દવા સહિતની મુખ્ય આયાત પણ પોસાય તેમ નથી.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ