સમાચાર ઊડતી નજરે
વિધાનસભા ચૂંટણીના બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન આજે શાંતિપૂર્વક યોજાઈ ગયું            વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં મતદાતાઓએ મતદાન કરીને પોતાની ફરજ અદા કરી            પ્રધાનમંત્રીએ જી 20 સંગઠનના ભારતના પ્રથમવાર પ્રમુખપદ અંગે રાજકીય પક્ષોના વડાઓ સાથે બેઠક કરી            સંસદનું શિયાળુ સત્ર 7 મી તારીખથી શરૂ થશે અને 29 ડિસેમ્બર સુધી ચાલશે            પ્રધાનમંત્રીએ જી-20 સંગઠનના ભારતના અધ્યક્ષપદને સમર્થન આપવા બદલ વિશ્વ સમુદાયનો આભાર માન્યો છે           

Nov 25, 2022
2:07PM

વિશ્વકપ ફુટબોલ સ્પર્ધામાં આજે વેલ્સ અને ઈરાન વચ્ચે, બીજી મેચમાં કતાર અને સેનેગલ વચ્ચે જ્યારે ત્રીજી મેચમાં નેધરલેન્ડ્સ અને ઈક્વાડોર મુકાબલા થશે.

આકાશવાણી
કતારમાં રમાઈ રહેલી વિશ્વકપ ફુટબોલ સ્પર્ધામાં આજે રમાનારી મેચોમાં વેલ્સ અને ઈરાન વચ્ચે, બીજી મેચમાં કતાર અને સેનેગલ વચ્ચે જ્યારે ત્રીજી મેચમાં નેધરલેન્ડ્સ અને ઈક્વાડોર મુકાબલા થશે.
દરમિયાન ગઈકાલે રમાયેલી લીગ મેચમાં પોર્ટુગલે ઘાના સામે 3-2થી વિજય મેળવ્યો છે.
પોર્ટુગલના સુકાની ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ગઈકાલની આ મેચમાં ગોલ કરીને ઈતિહાસ સર્જ્યો છે. ગઈકાલની મેચમાં ગોલ કરવા સાથે 2006થી 2022 સુધીની પાંચ વિશ્વકપ ફુટબોલ સ્પર્ધામાં ગોલ કરનાર તે પ્રથમ ફુટબોલ ખેલાડી બન્યો છે. 
ગઈકાલે રમાયેલી બીજી મેચમાં બ્રાઝિલે સર્બિયાને 2-0થી પરાજય આપ્યો છે. જ્યારે ઉરુગ્વે અને દક્ષિણ કોરિયા વચ્ચેની મેચ એક પણ ગોલ વિના ડ્રો થઈ છે.
ગઈકાલે રમાયેલી અન્ય મેચમાં સ્વિત્ઝરલેન્ડે કેમેરુનને 1-0થી પરાજય આપ્યો છે.

લાઈવ ટ્વીટર ફીડ