સમાચાર ઊડતી નજરે
ચૂંટણીપંચે ચૂંટણી વચનો આપે ત્યારે નાણાકીય બાબતનું મૂલ્યાંકન કરવા રાજકીય પક્ષોને અનુરોધ કર્યો            કેન્દ્ર સરકાર ૨૨ વર્ષ જૂના ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટને બદલીને નવો ડિજિટલ ઈન્ડિયા એક્ટ લાવશે            આગામી 14 ઓકટોબરથી રાજયભરમાં ગરીબ કલ્યાણ મેળા યોજાશે. મુખ્યમંત્રી તાપીથી આરંભ કરશે.            રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ જણાવ્યું કે, વિજ્ઞાન, સંશોધન અને નવીનતાના ક્ષેત્રમાં શાળાકીય શિક્ષણ મૂળભૂત પાયો છે. ગુજરાત યુનિવર્સિટીના હર સ્ટાર્ટ અપ પ્લેટફોર્મનો આરંભ કર્યો.            વડોદરાના દરજીપુરા નજીક અકસ્માતમાં છ ના મોત           

Sep 23, 2022
7:03PM

વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યએ આજે ગાંધીનગરમાં પત્રકાર પરિષદ યોજી.

માહિતી ખાતું
​ચૌદમી વિધાનસભાના નવમા, દસમા અને અગિયારમા સત્રમાં ગૃહની કુલ 29 બેઠકો મળી હતી, જેમાં 18 જેટલા વિધેયકો રજૂ કરવામાં આવ્યા હતા.

વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યએ આજે ગાંધીનગરમાં પત્રકાર પરિષદ યોજી તેમના કાર્યકાળ દરમિયાન ગૃહમાં થયેલી કામગીરીની માહિતી આપી હતી.

ચૌદમી વિધાનસભાના આ ત્રણ સત્રોમાં થયેલી વિશેષ કામગીરી અંગે વાત કરતાં તેમણે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત, રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દના સંબોધનનો તેમજ યુવાવર્ગ માટે વિધાનસભામાં સૌપ્રથમવાર યોજાયેલા યુવા મોડેલ એસેમ્બલીનો ઉલ્લેખ કર્યો હતો.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ