સમાચાર ઊડતી નજરે
અમિત શાહે જણાવ્યું છે કે, વર્ષ 2022-23માં ખાદીનો કુલ કારોબાર એક લાખ 35 હજાર કરોડને પાર કરી ગયો છે            કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઇકાલે ગાંધીનગર લોકસભા મતવિસ્તારની 8 નવી સબ પોસ્ટ ઓફિસનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કર્યુ            મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગણામાં તાજેતરમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણી માટે આજે મતગણતરી            વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં દિવ્યાંગ સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર, 2023 પ્રદાન કરશે.            ભારત અને ઓસ્ટ્રેલિયા પાંચ ક્રિકેટ મેચની શ્રેણીની છેલ્લી T20 મેચ આજે બેંગલુરુ ખાતે સાંજે 7 વાગ્યે રમાશે.           

Sep 21, 2023
7:39PM

લોકસભામાં ગઇકાલે પસાર થયેલા નારી શક્તિ વંદના વિધેયકને પ્રદેશ ભાજપે આવકાર્યું

-
લોકસભામાં ગઇકાલે પસાર થયેલા નારી શક્તિ વંદના વિધેયકને પ્રદેશ ભાજપે આવકાર્યું છે.
ગાંધીનગરમાં પ્રદેશ મુખ્યાલય કમલમ ખાતે પત્રકાર પરિષદને સંબોધતાં, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ જણાવ્યું છે કે, ભારતના આવતીકાલ માટે લેવાયેલો આ ઐતિહાસિક નિર્ણય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપ સરકાર મહિલા સશક્તિકરણ માટે વ્યાપક પ્રયાસ કરી રહી છે. અને લોકસભામાં પસાર થયેલા આ વિધેયક થકી આવનાર દિવસોમાં દેશની મહિલાઓને રાજકીય ક્ષેત્રે નેતૃત્વ કરવાની તક મળશે.
મહિલા મોર્ચાના પ્રદેશ પ્રમુખ ડૉ.દિપીકાબેન સરડવાએ આ વિધેયક બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે, મહિલા સશક્તિકરણ અને મહિલાઓની આગેવાનીમં વિકાસને આ પ્રધાનમંત્રીના વિચારને આ વિધેયક વધુ મજબૂત બનાવશે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ