સમાચાર ઊડતી નજરે
રાજ્યમાં કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થયાના અહેવાલ.            ધોરણ 10 અને 12ના રિપિટર, ખાનગી, પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા આગામી 15મી જુલાઇએ યોજાશે.            ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં દરિયાઇ ક્ષાર પ્રવેશ નિયંત્રણ માટે 102 કરોડ રૂપિયાની યોજનાને રાજ્ય સરકારે મંજૂરી આપી.            વિશ્વના પ્રથમ નેનો યુરિયા લિક્વિડ ખાતરનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સથી પ્રારંભ કરાવ્યો.            કેન્દ્રિય ગૃહમંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું છે કે કોવિડ પ્રતિબંધોની છૂટછાટમાં બેદરકારી ન રાખે.           

Jun 11, 2021
2:12PM

રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જીલ્લા શાખા અને શ્રી કૃષ્ણકુમાર સિંહજી અંધ ઉદ્યોગ શાળાના સંયુક્ત ઉપક્રમે સ્પર્ધકોને ઇનામો એનાયત કરવામાં આવ્યાં

PTC Bhavnagar
રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જીલ્લા શાખા અને શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના સંયુક્ત ઉપક્રમે સંવેદના અભિયાન કાર્યક્રમને વેગ આપવા કાવ્ય તેમજ ચિત્ર સ્પર્ધાનાવિજેતા સ્પર્ધકો તેમજ વિશિષ્ટ શ્રેણીમાં સ્થાન મેળવનાર સ્પર્ધકોને ઇનામો એનાયત કરવામાં આવ્યાં.

કાર્યક્રમમાં ઉપસ્થિત ટ્રસ્ટીઓ અને નિર્ણાયકોના હસ્તે કાવ્યસ્પર્ધાના વિજેતા મહેન્દ્રકુમાર પંડ્યાને પ્રથમ, રાજવી કવાને દ્વિતીય, મહેશકુમાર દાફડાને તૃતીય પુરસ્કારનું વિતરણ થયું હતું. ચિત્ર સ્પર્ધાના વિભાગ-અ માં ઈશિતા સોલંકી, બ્રહ્મરાજ સિંહરાઠોડ, જેનેલિયા પાચાણી અને વિભાગ-બ માં પંકજકુમાર જાની પ્રથમ, માનસી દવે દ્વિતીય અને જીજ્ઞા પટેલ તૃતીયસ્થાને વિજેતા થયા હતા. આ તમામ સ્પર્ધકોને અનુક્રમે રોકડ પુરસ્કાર, ટ્રોફી, પ્રમાણપત્ર અને સ્મૃતિભેટ અર્પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ૧૧ વિશેષ પુરસ્કારો બંનેવિભાગમાં આપવામાં આવ્યા હતા.

નિર્ણાયક તરીકે શ્રી હરેશભાઇ મહુવાકારે સ્પર્ધકોને માર્ગદર્શન આપ્યું હતું જ્યારે અતિથિ વિશેષ પદેથી શ્રી હર્ષકાંતભાઈ રાખશીયાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. અધ્યક્ષસ્થાનેથી શ્રી લાભુભાઈ સોનાણીએ સ્પર્ધાનોહેતુ સમજાવી પીડિતો, વંચિતો અને વિકલાંગોની સેવાના કર્મયજ્ઞમાં જોડાવા આહ્વાન કર્યું હતું. 

લાઈવ ટ્વીટર ફીડ