સમાચાર ઊડતી નજરે
વિધાનસભા ચૂંટણીના બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન આજે શાંતિપૂર્વક યોજાઈ ગયું            વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં મતદાતાઓએ મતદાન કરીને પોતાની ફરજ અદા કરી            પ્રધાનમંત્રીએ જી 20 સંગઠનના ભારતના પ્રથમવાર પ્રમુખપદ અંગે રાજકીય પક્ષોના વડાઓ સાથે બેઠક કરી            સંસદનું શિયાળુ સત્ર 7 મી તારીખથી શરૂ થશે અને 29 ડિસેમ્બર સુધી ચાલશે            પ્રધાનમંત્રીએ જી-20 સંગઠનના ભારતના અધ્યક્ષપદને સમર્થન આપવા બદલ વિશ્વ સમુદાયનો આભાર માન્યો છે           

Nov 25, 2022
9:58AM

રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં એકથી પાંચ ડિગ્રી ઓછું નોંધાયું હતું.

--
રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં એકથી પાંચ ડિગ્રી ઓછું નોંધાયું હતું. સૌથી ઓછું 12 ડિગ્રી સેલ્સીયસ લઘુત્તમ તાપમાન ગાંધીનગર અને નલીયામાં નોંધાયું હતું.
આ ઉપરાંત મહુવા, કેશોદ, અમદાવાદ, ડિસા અને વલસાડમાં 14 ડિગ્રી, કંડલા એરપોર્ટ, અમરેલી અને વડોદરામાં 15, ભાવનગર, પોરબંદર, દિવમાં 16 જ્યારે ભુજ, સુરેન્દ્રનગર અને સુરતમાં 17 ડિગ્રી સેલ્સીયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ જ સમયગાળામાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન પણ સામાન્ય કરતા એક ડિગ્રી ઓછું નોંધાયું હતું. 
હવામાન વિભાગની યાદીમાં જણાવ્યું છ કે, આગામી ત્રણ-ચાર દિવસમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર થવાના શક્યતા ઓછી છે.

લાઈવ ટ્વીટર ફીડ