સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આકાંક્ષી ઘટક કાર્યક્રમનો હેતુ બ્લોક સ્તરે નાગરિકોના જીવનની ગુણવત્તામાં સુધારો કરવાનો છે.            કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને બે દિવસીય ભારતીય ભાષા ઉત્સવ અને ભારતીય ભાષા પરિષદનો પ્રારંભ કર્યો            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસ શાસિત છત્તીસગઢ કોંગ્રેસની આગેવાની હેઠળની રાજ્ય સરકારના શાસનમાં આતંકવાદ, ભ્રષ્ટાચાર અને કુશાસનથી ઝઝૂમી રહ્યું છે            કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદ ખાતે 1 હજાર 651 કરોડ રૂપિયાના પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું            રાજયભરમાં આવતીકાલે એક તારીખ એક કલાકના મંત્ર સાથે સ્વચ્છતા શ્રમદાન કાર્યક્રમો યોજાશે           

Jun 09, 2023
11:13AM

રાજય સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓને સ્વચ્છતા સહાય યોજના 57 હજાર 117 લાખ રૂપિયાથી સહાય આપી

રાજય સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓને સ્વચ્છતા સહાય યોજના હેઠળ અત્યારસુધીમાં 57 હજાર 117 લાખ રૂપિયાથી વધુની સહાય અપાઇ છે.
પરિણામે ધોરણ એક થી સાતમાં વિદ્યાર્થીનીઓનો ડ્રોપ આઉટ દર 33.17 ટકાથી ઘટીને 3.01 ટકા થયો છે.
સ્વચ્છતા સહાય યોજના હેઠળ રાજયની સરકારી શાળાઓમાં 51 હજાર 420 કન્યા શૌચાલયો, 26 હજાર 830 કુમાર શૌચાલયો તથા ત્રણ હજાર 108 દિવ્યાંગ બાળકો માટેના શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
સ્વચ્છતા સહાય પેટે શાળાદીઠ વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે એક હજારથી પાંચ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ