સમાચાર ઊડતી નજરે
​ભારત થોડાં વર્ષોમાં જ વિશ્વમાં ટેલિકોમ ટેક્નોલોજીનો સૌથી મોટો નિકાસકાર બનશે :​પ્રધાનમંત્રી            ​રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ વર્ષના પદ્મ પુરસ્કારથી મહાનુભાવોને સન્માનિત કર્યા            ​વિશ્વ મહિલા મુક્કાબાજ ચેમ્પિયનશિપમાં નીતુ ઘંઘાસે 48 કિગ્રા રમતમાં ભારતનો પ્રથમ સુવર્ણચંદ્રક જીત્યો            ​આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ            ​ગુગલ સાથે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપના એમ.ઓ.યુ. કર્યા.           

Feb 03, 2023
11:19AM

રણજી ટ્રોફી ક્રિકેટ સ્પર્ધાની સૌરાષ્ટ્ર અને પંજાબ વચ્ચેની કવાર્ટર ફાઇનલ મેચ રસપ્રદ તબક્કામાં પહોંચી છે.

--
રાજકોટમાં રમાઇ રહેલી રણજી ટ્રોફી ક્રિકેટ સ્પર્ધાની સૌરાષ્ટ્ર અને પંજાબ વચ્ચેની કવાર્ટર ફાઇનલ મેચ રસપ્રદ તબક્કામાં પહોંચી છે.
પંજાબે, સૌરાષ્ટ્રના 303 રનના જવાબમાં પહેલી ઇનીંગમાં 431 રન કરી, પહેલી ઇનીંગમાં મહત્વની 128 રનની સરસાઇ મેળવી લીધી છે. પંજાબે પ્રભસીમરન સિંહના 126, નમન ધીરના 131, મનદીપસિંહના 91 રનની મદદથી પહેલી ઇનીંગમાં 431 રન નોધાવ્યા છે.
જવાબમાં ગઇકાલે ત્રીજા દિવસની રમત બંધ રહી ત્યારે સૌરાષ્ટ્રે બીજી ઇનીંગમાં 4 વિકેટે 138 રન કર્ય છે. અર્પીત વસાવડા 44 રન સાથે અને ચિરાગ જાની 35 રન સાથે રમતમાં છે. પંજાબના વિનય ચૌધરીએ 3 વિકેટો મેળવી છે.
સૌરાષ્ટ્રને બીજી ઇનીંગમાં મોટો સ્કોર કરીને પંજાબને પડકારવાની તક છે. તો બીજી તરફ પંજાબના બોલર ઓછા રન આપીને સૌરાષ્ટ્રની બાકી 6 વિકેટો ઝડપવાનો પ્રયાસ કરશે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ