સમાચાર ઊડતી નજરે
રાજ્યમાં કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થયાના અહેવાલ.            ધોરણ 10 અને 12ના રિપિટર, ખાનગી, પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા આગામી 15મી જુલાઇએ યોજાશે.            ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં દરિયાઇ ક્ષાર પ્રવેશ નિયંત્રણ માટે 102 કરોડ રૂપિયાની યોજનાને રાજ્ય સરકારે મંજૂરી આપી.            વિશ્વના પ્રથમ નેનો યુરિયા લિક્વિડ ખાતરનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સથી પ્રારંભ કરાવ્યો.            કેન્દ્રિય ગૃહમંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું છે કે કોવિડ પ્રતિબંધોની છૂટછાટમાં બેદરકારી ન રાખે.           

Jun 10, 2021
2:54PM

યુપી એસ સી દ્વારા વર્ષ 2020 ની સિવિલ સર્વિસ પરીક્ષા માટેના ઇન્ટરવ્યુ બીજી ઓગસ્ટથી યોજાશે

-
કેન્દ્રીય લોક સેવા આયોગ-(યુ પી એસ સી) એ વર્ષ 2020 ની સિવિલ સર્વિસ પરીક્ષા માટેની ઇન્ટરવ્યુ પ્રક્રિયા બીજી ઓગસ્ટથી ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. અગાઉ, એપ્રિલ મહિનામાં ઇન્ટરવ્યુ પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો હતો પરંતુ દેશભરમાં કોવિડના વધતાં સંક્રમણને પગલે આ પ્રક્રિયા મોફુક રખાઇ હતી. આયોગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઉમેદવારોને ટૂંક સમયમાં ઇન્ટરવ્યુ માટેના ઇ સમન લેટરજારી કરવામાં આવશે જે આયોગની વેબસાઇટ www.upsc.gov.in અને www.upsconline.in પરથી ડાઉનલોડ કરી શકાશે.

ઇન્ટરવ્યુની તારીખ અથવા સમયમાં ફેરફાર કરવા અંગેની ઉમેદવારોની વિનંતી અરજીપર વિચારણા કરવામાં આવશે નહીં.     

  કોવિડ રોગચાળાને કારણેઆયોગ દ્વારા કેટલીક પરીક્ષાઓના સમયપત્રમાં ફેરફાર કરાયો હતો. અગાઉ 27 મી જૂનના રોજયોજાનારી સિવિલ સર્વિસ પ્રિલિમીનરી પરીક્ષા હવે ઓક્ટોબર મહિનામાં યોજાશે.

લાઈવ ટ્વીટર ફીડ